• Blog Stats

    • 131,595 Visitors
  • Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

    Join 1,076 other followers

  • Google Translator

    http://www.google.com/ig/adde?moduleurl=translatemypage.xml&source=imag

  • FaceBook

  • Islamic Terror Attacks

  • Meta

  • iPaper Embed

  • Calendar

    July 2011
    M T W T F S S
    « Jun   Aug »
     123
    45678910
    11121314151617
    18192021222324
    25262728293031
  • Authors Of Blog

  • Monthly Archives

આતંકવાદ સામે પ્રજા-પોલીસની સામુહિક લડતનો પ્રયાસ


સાવધાન અમદાવાદ! આતંકવાદીઓને ઓળખવાની વિશિષ્ટ તાલીમ !

આતંકવાદ સામે પ્રજા-પોલીસની સામુહિક લડતનો પ્રયાસ From Gujarat Samachar

                                                    અમદાવાદ, ગુરૃવાર
                                                    ત્રણ વર્ષ પહેલાં અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ પછી આતંકવાદી હૂમલાની ભીતિ વ્યક્ત કરતા અનેક ‘એલર્ટ’ જાહેર થઈ ચૂક્યા છે. ગત તા. ૧૩ના રોજ મુંબઈમાં વિસ્ફોટો પછી ૨૬મીએ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટની ત્રીજી વરસી આવી રહી છે. અમદાવાદ શહેર આતંકવાદીઓના હિટલીસ્ટમાં કાયમ માટે છે ત્યારે પોલીસે આતંકવાદ સામે જનજાગૃતિ કેળવવાનો નવતર પ્રયોગ શરૃ કર્યો છે. પોલીસે મ્યુનિ. બસના ડ્રાયવરો, કન્ડક્ટરો ઉપરાંત પ્રાઈવેટ સિક્યુરિટી ગાર્ડસ તેમજ સ્કૂલોમાં બાળકોને આતંકવાદી શકમંદને કઈ રીતે ઓળખવા તેની સમજ આપવાનું શરૃ કર્યું છે. આતંકવાદને નાથવા પ્રજા અને પોલીસની સામુહિક લડત શરૃ કરવામાં આવી છે.
મ્યુનિ. બસના ડ્રાઇવર- કન્ડક્ટરો, કર્મચારીઓ, પ્રાઈવેટ સિક્યુરિટી અને સ્કૂલોમાં આતંકવાદીઓને ઓળખવાની સમજ
‘પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ડીટેક્શન.’ પોલીસ તંત્રમાં અનુભવી અધિકારીઓ કોઈ ગૂનો બને તે પછી ઉકેલ લાવવો પડે તેના કરતાં ગૂનો બનતો અટકાવવો વધુ જરૃરી હોવાનું માનતા હોય છે. આથી, અમદાવાદ શહેર પોલીસે આતંકવાદ સામે પ્રજા અને પોલીસની સામુહિક લડતના પ્રયાસો શરૃ કર્યા છે. જાહેર જીવન સાથે સંકળાયેલા અને ખાસ નોંધ લેવાતી નથી તેવા વ્યક્તિઓ આતંકવાદ અટકાવવા ઉપયોગી થતાં હોવાનું પોલીસ માને છે.
                                                    ‘સાવધાન અમદાવાદ’ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ શહેર પોલીસે તાજેતરમાં ચાર જેટલા સંમેલનો યોજીને બી.આર.ટી.એસ. અને એ.એમ.ટી.એસ.ના ડ્રાયવરો, કન્ડકટરો તેમજ બી.આર.ટી.એસ. રૃટના કર્મચારી-સિક્યુરિટી ગાર્ડસ એવા ૬,૦૦૦ લોકોને આતંકવાદી પ્રવૃત્તિ માટે આવેલા શકમંદને કેમ ઓળખવા તે અંગે તાલીમ આપી હતી. ભૂતકાળમાં મ્યુનિ. બસોમાં ટિફિન બ્લાસ્ટ અને ૨૬ જૂલાઈ ૨૦૦૮ના રોજ પણ એક બસમાં વિસ્ફોટ થયો હતો, એકમાંથી જીવતો બોમ્બ મળ્યો હતો. ત્રાસવાદીઓ જાહેર પરિવહનની બસોને નિશાન બનાવે તેવી ભીતિથી પોલીસે ત્રાસવાદ સામે લડતનું પ્રાથમિક શિક્ષણ આપવાનું શરૃ કર્યું છે.
અમદાવાદમાં અંદાજે ૮૦ હજાર પ્રાઈવેટ સિક્યુરિટી ગાર્ડસ છે. જાહેર સ્થળોએ આવેલા કોમ્પલેક્સ કે ઓફીસોના ૧૦,૦૦૦ સિક્યુરિટી ગાર્ડસને આ જ પ્રકારે સતર્ક કરાયા છે. સ્કૂલોમાં બાળકોને આતંકવાદ સામે જાગૃત બનાવવાની શરૃઆત કરવામાં આવી છે. મલ્ટીપ્લેક્સ અને મોલના સંચાલકો સાથે પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓ બેઠક યોજી રહ્યાં છે.
સેક્ટર-૧ના સંયુક્ત પોલીસ કમિશનર અજયકુમાર તોમર એ.ટી.એસ.ના ચિફ હતા ત્યારે અભ્યાસ કર્યા બાદ આતંકવાદ સામે પોલીસ-પ્રજાની સામુહિક લડત આપવા માટે ‘રિસર્ચ પેપર’ તૈયાર કર્યું છે. આ સંશોધનના આધારે સામાન્ય પ્રજાજનને શકમંદોને ઓળખવા, શંકાસ્પદ ચિજવસ્તુ જણાય તો શું કરવું?, કદાચિત આતંકવાદી હૂમલો થાય તો શું કરવું? વગેરે બાબતો અંગે જાણકારી આપવામાં આવે છે. સામાન્ય પ્રજાજન થોડી જાગૃતિ કેળવે તો આતંકવાદ સામે પોલીસની લડત મજબૂત બની શકે છે તેવા હેતુ સાથે ‘સાવધાન અમદાવાદ’ પ્રોજેક્ટ શરૃ કરાયો છે. પોલીસ કમિશનર સુધીર સિન્હાએ જણાવ્યું કે- અમદાવાદના પ્રજાજનો જાગૃત છે. શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ જોવા મળે તો તૂરત પોલીસને ફોન કરે છે. પરંતુ, ‘પ્રજાજનો જો પોલીસ માટે આંખ અને કાન’ બની સહકાર આપે તો આતંકવાદી ઘટનાઓ ટાળવાની શક્યતાઓ વધુ મજબૂત બની શકે છે. આતંકવાદ સામે જનજાગૃતિ અને લોકસહકારનો દોર પોલીસ આગળ ધપાવશે.

પોલીસ સ્ટેશનોમાં ખાસ પ્રકારની કીટ અપાશે
* મુંબઈમાં થયેલા વિસ્ફોટો સમયે લોકોની સતત અવરજવર અને વરસાદના કારણે ઘણા પૂરાવા નાશ પામ્યાં છે. કદાચિત, અમદાવાદમાં વિસ્ફોટ થાય તો આવી સંભાવના ટાળવા પોલીસ સ્ટેશનોમાં ખાસ કીટ અપાશે. કીટમાં ઘટનાસ્થળને કોર્ડન કરવા કોર્ડન ફલેપ, દોરડાં તેમજ વરસાદની સંભાવનાએ તાલપત્રી સહીતની ૧૦૦ જેટલી નાની-મોટી સામગ્રી સામેલ કરાઈ છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: